ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ માટે પ્રશ્નો

જ્ઞાનવિધિ એ અક્રમવિજ્ઞાનનો 2 કલાકનો એક અનોખો પ્રયોગ છે, જેમાં પહેલી ૪૮ મિનિટમાં આત્મજ્ઞાની (જ્ઞાની પુરુષ) દ્વારા આત્મા સંબંધી વાક્યો બોલાવવામાં આવે છે જે મુમુક્ષુઓએ તેમની પાછળ બોલવાના હોય છે. આ પ્રયોગને ‘ભેદ-વિજ્ઞાન’ નો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે આ પ્રયોગ આત્મજ્ઞાની (જ્ઞાની પુરુષ) દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાથી ‘હું’ (આત્મા) અને ‘મારું’ (અનાત્મા) એ બન્ને જુદા પડી જાય છે. ત્યારબાદ જ્ઞાનવિધિમાં પાંચ આજ્ઞા (પાંચ મુખ્ય સિદ્ધાંતો) ની વ્યવહારિક ઉદાહરણો દ્વારા બાકીનું જીવન કેવી રીતે જીવવું તેની સમજ આપવામાં આવે છે. આ પાંચ આજ્ઞા જ્ઞાનીપુરુષની કૃપાથી મળેલા આત્માનુભવને પોષણ અને રક્ષણ આપનારી છે - જેમ એક વાડ નાના બીજાંકુરને રક્ષણ આપે છે.

જે મુમુક્ષુને પ્રત્યક્ષ જ્ઞાનવિધિ લેવાના ભાવ હોવા છત્તા કોવીડ-૧૯ પેન્ડેમિક હોવાના કારણે પ્રત્યક્ષ જ્ઞાનવિધિનો સંજોગ ન બેસે, તેઓ માટે આ સમયગાળા પૂરતી ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિની ખાસ ગોઠવણી થયેલ છે.
પ્રત્યક્ષ જ્ઞાનવિધિમાં પૂજ્ય દીપકભાઈની હાજરીમાં જાહેર હોલમાં જ્ઞાનવિધિ આપવામાં આવે છે. જેમાં ૪૮ મીનીટ સુધી આત્મા સંબંધી વાક્ય અને પછી ૫ આજ્ઞાની વિશેષ સમજણ આપવામાં આવે છે.
જયારે ઓનલાઇન શોર્ટ જ્ઞાનવિધિમાં – મુમુક્ષુએ ઘેર બેઠા ઓનલાઈન ઝૂમ એપથી (Zoom App) જ્ઞાનવિધિમાં જોડાવાનું હોય છે. જેમાં ૨૫ મીનીટ સુધી આત્મા સંબંધી વાક્ય અને ત્યારબાદ ૫ આજ્ઞાની વિશેષ સમજણ આપવામાં આવે છે.
જેમને આ જ્ઞાન લેવાની પ્રબળ ઈચ્છા છે તેઓ આ ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિમાં ભાગ લઇ શકે છે.

ઓનલાઈન જ્ઞાનવિધિ – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં થાય છે. ફોર્મ ભર્યા બાદ જ્ઞાનવિધિની આગળની જાણકારી આપને ઇમેલ અને Whatsapp દ્વારા આપવામાં આવશે.

જે મુમુક્ષુને જ્ઞાન લેવાના ભાવ હોવા છત્તા સંજોગો ના મળ્યા હોય, તેઓ માટે આ ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિની ખાસ ગોઠવણી થયેલ છે.
i. ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ માટે અરજી ફોર્મ ભરવું આવશ્યક છે, જે https://gv.dadabhagwan.org પર ઉપલબ્ધ છે.
ii. ઓનલાઈન ફોર્મ ભરનારની ઉંમર 18 વર્ષ અથવા તેથી વધુ ઉમ્ર હોવી જરૂરી છે.
iii. એકવાર જેમણે પ્રત્યક્ષ અથવા ઓનલાઈન જ્ઞાન લીધું હોય તેમણે ફરી ઓનલાઈન ફોર્મ ભરવું નહીં.
iv. પ્રેગ્નન્ટ બહેનો બાળકને (ગર્ભસ્થ શિશુ) જ્ઞાન લેવા માટે ફોર્મ ભરી શકશે.

એકવાર જેમણે પ્રત્યક્ષ જ્ઞાનવિધિ અથવા ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ લીધેલ હોય, તો તેમણે ફરી ઓનલાઇન શોર્ટ જ્ઞાનવિધિ લેવાની જરૂર નથી. પરંતુ જેમને ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ લીધેલ હોય એમને ભવિષ્યમાં થનાર પ્રત્યક્ષ જ્ઞાનવિધિમાં (અડાલજ અથવા એમના નજીકના સેન્ટર પર) જઈને લેવાનું રહેશે.

હા, ગર્ભસ્થ શિશુ માટે ફરી ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ લઇ શકાય છે. એમને જ્ઞાન લેવા ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે.

દરેક એપ્લીકેશન ફોર્મને એક ખાસ (Unique) નંબર આપવામાં આવે છે, જેથી દરેક ફોર્મને ઓળખાણ મળે અને જ્ઞાનવિધિની પ્રક્રિયામાં સરળતા રહે.
આપને ખાસ વિનંતી છે કે ફોર્મ ભર્યા બાદ આપનો એપ્લિકેશન નંબર ખાસ નોંધી રાખશો.

https://gv.dadabhagwan.org – પર ઓનલાઈન જ્ઞાનવિધિ અરજી ફોર્મ ભર્યા બાદ, આપને ફોર્મમાં ભરેલ ઇમેલ અને Whatsapp દ્વારા પુષ્ટિ (confirmation) આપતો મેસેજ મળશે. તદુપરાંત જ્ઞાનવિધિ લેતા પહેલા કોઈ પુસ્તક વાંચવાનું હશે કે વિડીયો જોવાનો હશે તો એ મેસેજ પણ આપને ઇમેલ અને Whatsapp દ્વારા મોકલવામાં આવશે. આપને વિનંતી છે કે જ્ઞાનવિધિનો સંપર્ક નંબર Save કરશો અને એ નંબરથી આવતા Whatsapp મેસેજ ખાસ જોતા રહેજો.

આખી જ્ઞાનવિધિનો કાર્યક્રમ ઓનલાઈન હોવાથી નીચે દર્શાવેલ સાધનોની જરૂર પડશે :
૧) સ્માર્ટ ફોન અથવા કમ્પ્યુટર / લેપટોપ
૨) ઈન્ટરનેટ – 4G / Wi-Fi અથવા બ્રોડબેન્ડ કેબલ (વ્યવસ્થિત નેટવર્ક મળે એવી જગ્યા)
૩) ઈયરફોન / હેડફોન / સ્પીકર
૪) ઝુમ એપ (Zoom App) – ઇન્સ્ટોલ કરી રાખજો
૫) સ્થિરતાથી બેસાય એવી જગ્યા (જ્ઞાનવિધિ કાર્યક્રમમાં ખલેલ ન પહોંચે, બરોબર સંભળાય અને સ્થિરતા રહે એવી જગ્યા).

ઓનલાઈન જ્ઞાનવિધિ લેવા માટે - ઝુમ એપ (Zoom App), Whatsapp એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.

જ્યારે આપની જ્ઞાનવિધિ અરજી ફોર્મ મંજુર (Approve) થાય, ત્યારબાદ ની રૂપરેખા :
સ્ટેપ ૧:
જ્ઞાનવિધિ તારીખના થોડાક દિવસ અગાઉ આપને એક આપ્તપુત્ર (બ્રહ્મચારી ભાઈ) સત્સંગમાં જોડાવાનું રહેશે.
સ્ટેપ ૨:
ત્યારબાદ, જ્ઞાનવિધિ તારીખના આગલા દિવસે સાંજે 2 કલાકના આપ્તપુત્ર સત્સંગમાં જોડાવાનું રહેશે.
જ્ઞાનવિધિના દિવસે 2 કલાક સાંજે જ્ઞાનવિધિ પ્રોગ્રામમાં જોડાવાનું રહેશે.
જ્ઞાનવિધિના બીજા દિવસે રાત્રે 2 કલાક પૂજ્ય દીપકભાઈના સત્સંગમાં જોડાવાનું રહેશે.
આ ૩ દિવસોના 2 કલાકના દરેક પ્રોગ્રામમાં જોડાવાનું અનિવાર્ય રહેશે.
(આ પ્રોગ્રામની તારીખ, સમય અને ઝૂમ લીંક ની વિગત આપે ફોર્મમાં આપેલ ઇમેલ અને Whatsapp નંબર પર શેયર કરીશું).
સ્ટેપ ૩:
ભવિષ્યમાં પ્રત્યક્ષ મોટી જ્ઞાનવિધિ ગોઠવાય ત્યારે રૂબરૂમાં આવીને આખા પ્રોગ્રામમાં બેસવાનું રહેશે. આમાં આપને ફરીથી ફોર્મ ભરીને નામ લખાવવાની જરૂર નથી, પણ જ્ઞાનવિધિ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર નિર્ધારિત પ્રક્રિયા સમજી લેવાની રહેશે.
સ્ટેપ ૪:
આપની અને મળેલા આત્મજ્ઞાનની પ્રગતિ માટે, ભવિષ્યમાં આપના નજીકના સેન્ટર પર થતા વિકલી સત્સંગમાં ખાસ જોડાવવાની ભલામણ છે.

ઓનલાઈન ફોર્મ અપ્રુવ થયા બાદ, આપને જ્ઞાનવિધિની તારીખ અને દિવસની વિગત કાર્યક્રમના ૪ થી ૫ દિવસ અગાઉ ઇમેલ અને Whatsapp દ્વારા જાણ કરવામાં આવશે.

i. આપને અગાઉથી જણાવેલ સમય પ્રમાણે, સમયસર ઓનલાઇન એપ દ્વારા જોડાવાનું રહેશે
ii. જ્ઞાનવિધિ લેતા સમયે એક રૂમમાં સ્થિરતાથી બેસવાનું રહેશે
iii. મોબાઈલથી જોડાવાના હો તો તે મોબાઈલ નંબર પર “કોલ ફોરવર્ડીંગ” અને “ડુ નોટ ડીસ્ટર્બ” ફીચર એક્ટીવ કરશો, જેથી એ સમય દરમ્યાન જ્ઞાનવિધિ લેવામાં ખલેલ ન પહોંચે.
iv. મોબાઈલ ડેટાથી જોડાવવાના હો તો ડેટા રીચાર્જ કરી રાખજો અને મોબાઈલ હેન્ડસેટ ચાર્જ કરી રાખજો.

ઝુમ સંબંધી ગાઈડલાઈન આપને નીચે આપેલ રેફેરંસ લીંક પર ક્લિક કરીને મળી જશે.
લીંક : Click here

જ્યાર સુધી પ્રત્યક્ષ જ્ઞાનવિધિ જાહેરમાં ન યોજી શકાય, ત્યાં સુધી અચોક્કસ મુદ્દત પર્યંત ઓનલાઈન શોર્ટ જ્ઞાનવિધિ યોજાશે.

ના. જ્ઞાનવિધિ અમૂલ્ય વસ્તુ છે અને પૂજ્ય દાદાશ્રીની ભાવના હતી કે “હું જે સુખને પામ્યો એ સુખને તમેય પામો”. આ ભાવનાને સાકાર કરવા માટે આ પ્રોગ્રામમાં વિનામુલ્યે છે.

ના. જ્ઞાનવિધિના દિવસે આપને ફક્ત એકલા અથવા આપના પરિવારમાંથી જેમના નામ મંજુર થયા હશે એમને ફક્ત બેસવાનું રહેશે. જ્ઞાનવિધિ પહેલાના આપ્તપુત્ર સત્સંગ અને જ્ઞાનવિધિ પછીના પૂજ્ય દિપકભાઈના સત્સંગમાં પરિવારના સદસ્યો સાથે બેસી શકે છે.

જ્ઞાનવિધિ સંબંધી પૂછપરછ અથવા વધુ વિગત માટે સંપર્ક
ફોન / Whatsapp - +91-992434 8880, 992434 3933
(IST Time : 10 am to 1 pm & 3 pm to 7 pm).
Email: [email protected]